BIRTH CONTROL PILLS , VASECTOMY AND TUBECTOMY


પ્રાજનનીક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે મજબૂત માળખાકીય સુવિધાઓ, વ્યાવહારિક
સુવિધાઓ, અને સાધન-સામગ્રી માટે વિવિધ પ્રજનન ક્ષેત્રોમાં પ્રોત્સાહન અપાય છે.
જેના માટે નવી પદ્ધતિઓ શોધવા અને હાલ ની પરિસ્થિતીમાં સુધારા માટે સરકારી
અને બિનસરકારી સંસ્થાઓ મદદ કરે છે.

અંતઃસ્ત્રાવી ગર્ભઅવરોધક પદ્ધતિ
અંતઃસ્ત્રાવી ગર્ભઅવરોધક પદ્ધતિ જો યોગ્ય દાક્તરી સૂચન અનુસાર ઉપયોગ કરવામાં આવે તો તે વધુ અસરકારક ગર્ભ અવરોધન ની વચગાળા ની પદ્ધતિ છે.
આ પદ્ધતિમાં જાતિય અંતઃસ્ત્રાવો પ્રોજેસ્ટેરોન ઇસ્ટ્રોજનનું સંયોજન થોડી માત્રામાં
ગોળી ( Pills ) સ્વરૂપે મોં વાટે ઓછા પ્રમાણમાં લેવામાં આવે છે. 

પિલ્સ / ગોળી
પિલ્સ / ગોળી ઋતુચક્ર ના 5 મા દિવસ થી  21 માં દિવસ સુધી રોજ એક લેવામાં આવે છે. 7 દિવસ ના અંતરાય ( જ્યારે ઋતુચક્ર ચાલુ હોય ) બાદ ફરીથી જ્યાં સુધી સ્ત્રી ગર્ભધારણ રોકવા ઈચ્છે ત્યાં સુધી આ પદ્ધતિનું પુનરાવર્તન કરાય છે.


CDRI ( કેન્દ્રિય ઔષધ સંશોધન કેન્દ્ર ) દ્વારા સહેલી ઓરલ પિલ્સ વિકસાવાઈ છે. જે મુખ દ્વારા લેવાતી બિન સ્ટેરોઈડલ ગર્ભનિરોધક ગોળી છે. જે અઠવાડીયામાં એક દિવસ લેવાય છે. તેની આડ અસર ઓછી અને અને ગર્ભનિરોધક મૂલ્ય ઊંચું છે.

પિલ્સ / ગોળીની અસરો :
v અંડપાત અને ગર્ભસ્થાપનને અવરોધે છે.
v ગ્રીવા શ્લેષ્મને જાડુ અને અક્રિયાશીલ બનાવે છે.
v ગ્રીવાને શુક્રકોષના પ્રવેશને અવરોધે છે. 

 આરોપણ :
પ્રોજેસ્ટોજેન એકલું અથવા ઇસ્ટ્રોજન સાથે સંયોજિત કરી સ્ત્રીઓ દ્વારા ઈંજેકશન તરીકે
ઉપયોગમાં લેવાય છે. અથવા ત્વચાની નીચે પ્રત્યારોપણ થાય છે. તેની કાર્ય પ્રણાલી પિલ્સ જેવી જ છે. અને અસરકારકતા લાંબા સમયની છે. સમાગમના 72 કલાકની અંદર પ્રોજેસ્ટેરોન કે પ્રોજેસ્ટેરોન ઇસ્ટ્રોજન સંયોજનો નો ઉપયોગ આપાતકાલીન ગર્ભનિરોધક તરીકે ખુબજ અસરકારક છે. બળાત્કાર કે અણધાર્યા અસુરક્ષિત સમાગમના કારણે સંભવિત ગર્ભધારણ રોકવા તેનો
ઉપયોગ થઈ શકે છે.

વ્યંધીકરણ ( નસબંધી )


વાઢકાપ ( operation ) કરવાની ગર્ભનિરોધક પદ્ધતિને વ્યંધીકરણ ( Sterilisation ) કહે છે. આ પદ્ધતિ સ્ત્રી પુરુષમાં ગર્ભધારણ રોકવા માટનો અંતિમ ઉપાય તરીકે અપનાવવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા જનન કોષોનું વહન અટકાવી ફલન અને ગર્ભ-સ્થાપનને રોકાય છે. 

પુરુષ નસબંધી (  Vasectomy ) : 

નરમાં વ્યંધીકરણની પ્રક્રિયાને પુરુષ નસબંધી કહે છે.  
પુરુષ નસબંધીમાં વૃષણ કોથળી ઉપર ઇગ્વિનલ નલિકાની ઉપર શુક્રવાહિનીનો નાનો ભાગ દૂર કરી અથવા કાપ મૂકી બાંધવામાં આવે છે. જેથી શુક્રકોષો નું વહન અટકે છે.
 
સ્ત્રી નસબંધી (  Tubectomy ) : 

સ્ત્રીમાં વ્યંધીકરણની પ્રક્રિયાને સ્ત્રી નસબંધી કહે છે.  
સ્ત્રી નસબંધીમાં ઉદર પ્રદેશમાં નાનો કાપ મૂકી અંડવાહિનીનો નાનો ભાગ દૂર કરવામાં આવે અથવા અંડવાહિની બાંધવામાં આવે છે. જેથી અંડકોષ નું ગર્ભાશય તરફ વહન અટકે.  સ્ત્રીમાં આવી સૂક્ષ્મ શસ્ત્રક્રિયાને લેપ્રેસ્કોપી કહે છે.  

આ પદ્ધતિઓ લગભગ 100 % અસરકારક છે. પણ પુનઃ સ્થાપિતતા ઘણી ઓછી છે.

Post a Comment

0 Comments