characteristics of life || સજીવોના વિશિષ્ટ લક્ષણો


સજીવોના વિશિષ્ટ લક્ષણો
v  સજીવો વિવિધ લક્ષણો પ્રદર્શિત કરે છે. જેવાકે
                વૃદ્ધિ અને વિકાસ,
                ચયાપચય,
                સ્વયં જનન કરવાની ક્ષમતા – પ્રજનન,
                પર્યાવરણ પ્રત્યેની સભાનતા, અને ચોક્કસ પરિબળો પ્રત્યે પ્રતિચાર,
                પ્રત્યેક સજીવોમાં સ્વ-આયોજન,
                પરસ્પર આકર્ષણ અને એકબીજા પર પ્રભાવ
સજીવોમાં જોવા મળતા કેટલાક વિશિષ્ટ લક્ષણો અહી વર્ણવેલ છે.
(1)  વૃદ્ધિ :
કદ અને સંખ્યામાં વધારો થવો એ સજીવનું લક્ષણ છે.
v  બહુકોષી સજીવો કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ પામે છે.
v  વનસ્પતિકોષમાં કોષ વિભાજન જીવન પર્યત થતી રહે છે, જ્યારે પ્રાણી કોષમાં ફક્ત ચોક્કસ ઉંમર સુધીજ જોવા મળે છે. નાશ પામેલ કોષો ની જગ્યાએ કેટલીક પેશીઓમાં કોષ વિભાજન દ્વારા નવા કોષો ઉમેરે છે.
v  એકકોષી સજીવોમાં કોષ વિભાજનથી તેમની સંખ્યામાં વધારો થાય છે.
v  વૃદ્ધિ એ સજીવતંત્રનું લક્ષણ છે. મૃતસજીવો વૃદ્ધિ પામતા નથી.

(2)  પ્રજનન :
પ્રજનન એ સજીવોની લાક્ષણિકતા છે.
v  પુખ્ત ઉમરે સજીવો પોતાના જેવાજ નવા સજીવોનું સર્જન કરે છે આ ક્રિયાને પ્રજનન કહે છે.
v  બહુકોષીય સજીવોમાં લિંગી પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિઓ ઓછાં-વત્તા પ્રમાણમાં પિતૃઓ જેવો જ દેખાવ ધરાવે છે.
v  સજીવોમાં અલિંગી પ્રજનન પણ જોવા મળે છે.
જેમ કે
·         ફૂગ દ્વારા ઉત્પન્ન થતાં લાખો અલિંગી બીજાણુઓ દ્વારા સરળતાથી બહુગુણિત અને વિસ્તરીત થાય છે.
·         યીસ્ટ અને જળવ્યાળ ( હાઈડ્રા ) જેવા નીચલી કક્ષાના સજીવો દ્વારા કાલિકા-સર્જન (Budding) દ્વારા અલિંગી પ્રજનન પ્રેરે છે.
·         પ્લેનેરિયા ( ચપટા કૃમિ )માં સજીવોના ટુકડા ગુમાવેલ ભાગ નું પુનઃ સર્જન કરે છે.
·         ફૂગ, તંતુમય લીલ, મોસના પ્રતંતુ બધા અવખંડન થી બહુગુણિત થાય છે.
·         બેક્ટેરિયા, એક કોષી લીલ કે અમીબા જેવા પ્રજીવો દ્વિભાજન દ્વારા પ્રસર્જન અને વૃદ્ધિ પામે છે.
(3)   ચયાપચય :
v  સજીવોમાં જોવા મળતી વિવિધ દેહ-ધાર્મિક પ્રક્રિયા જેને સામૂહિક રીતે ચયાપચયની પ્રક્રિયા કહે છે.
v  ચયાપચય બે પ્રકાર નો પ્રક્રિયાનો સમૂહ છે.
1.   ચય ક્રિયા
ચય ક્રિયા એટલે નિર્માણાત્મક ક્રિયાઓ.  
જેમાં વિવિધ બંધારણીય સ્વરૂપોમાં જેવા કે ગ્લુકોઝનો નિર્માણ થાય છે જેમાં શક્તિનો ATP સ્વરૂપે સંગ્રહ થાય છે આથી આ પ્રક્રિયાને શક્તિ-ગ્રાહી પ્રક્રિયા કહે છે.
ઉ.દા. પ્રકાશસંશ્લેષણ
2.         અપચય ક્રિયા
અપચય ક્રિયા એટલે વિઘટનાત્મક પ્રક્રિયા. 
જેમાં વિવિધ બંધારણીય સ્વરૂપોમાં જેવા કે ગ્લુકોઝનો વિઘટન થાય છે જેમાં થી શક્તિ મુક્ત થાય છે આથી આ પ્રક્રિયાને શક્તિ – ત્યાગી પ્રક્રિયા કહે છે.
ઉ.દા. શ્વસન
    (4) પર્યાવરણ સામે સભાનતા અને પ્રતિચાર
v  સજીવોમાં વિવિધ પ્રકાર ના સંવેદી અંગો નો વિકાસ થયેલો છે જેના દ્વારા તેવો પર્યાવરણની અનુભૂતિ દર્શાવે છે.
v  વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને પ્રકાસ, પાણી, તાપમાન, અન્ય સજીવો, પ્રદૂષકો વગેરે જેવા પરિબળો સામે પ્રતિક્રિયાઓ આપે છે.
v  આદિકોષકેન્દ્રી ( Prokaryotes ) થી લઈને ખુબજ જટિલ સુકોષકેન્દ્રી ( Eukaryotes ) બધા જ સજીવો પર્યાવરણ પ્રત્યે સંવેદના અને પ્રતિચાર દર્શાવતા હોય છે.    


Post a Comment

0 Comments