ધોરણ 12 પ્રકરણ 5
આનુવંશિકતા અને ભિન્નતા
FOR SUBSCRIBE MY YOU TUBE CHANNEL
ગ્રેગર મેન્ડેલ (20 જુલાઈ 1822 થી 6 જાન્યુઆરી 1884)
તેઓ એક વૈજ્ઞાનિક હતા. તેમનોનો જન્મ GERMANY માં સિલેશિયન ભાગમાં એક જર્મન-ભાષી પરિવારમાં થયો
હતો અને આધુનિક આનુવંશિકતાના
સ્થાપક તરીકે મરણોત્તર માન્યતા મેળવી. જેથી તેમણે જનીનવિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
મેંડલ
અને તેમના સાથી વૈજ્ઞાનિકોએ આનુવંશિકતા માટેના અનેક પ્રયોગો કરવામાં આવ્યા હતા.
મેન્ડલે વટાણાના છોડ ( garden pea – pisum sativam )પર 1856 થી 1863 ની વચ્ચે સાત
વર્ષ સુધી પ્રયોગો હાથ ધર્યા
હતા. જેના આધારે સજીવોના આનુવંશિકતાના નિયમો રજૂ કરી
શકાય છે. જેને હવે
મેન્ડેલિયન વારસોના કાયદા તરીકે ઓળખવામાં આવે છે.
મેન્ડેલે વટાણાના છોડની સાત
લાક્ષણિકતાઓ સાથે કામ કર્યું જેમ કે.........
છોડની ઊચાઈ : ઊંચા છોડ અને વામન
છોડ
ફૂલ ( પુષ્પ ) નું સ્થાન : અગ્રિય
અને કક્ષીય
ફૂલ ( પુષ્પ ) નો રંગ : જાંબલી અને સફેદ
ફળ ( શીંગ )નો રંગ : પીળો અને લીલો
ફળ ( શીંગ )નો આકાર : ફુલેલ અવસ્થા અને મણકામય અવસ્થા
બીજનો રંગ : લીલો અને પીળો
બીજનો આકાર : ગોળ અને ખરબચડો
મેંડલ ની સફળતાના કારણો :
1. વટાણાના છોડ ખુલ્લી જગ્યામાં સરળતાથી ઉછેરી શકાય છે.
2. વટાણા ની સંકર જાતો ફળદ્રુપ હોય છે.
3. વટાણા માં સરળતાથી પરફલન કરાવી શકાય છે.
4. તેમણે પોતાના પ્રયોગોમાં સૌ પ્રથમ આંકડાકીય પૃથક્કરણ અને ગાણિતિક તર્કનો ઉપયોગ કર્યો.
5. પ્રયોગમાં લીધેલ છોડની ઉત્તરોતર પેઢીઓ પરના પ્રયોગો પરથી મેંડલે
આનુવંશિકતાના પ્રયોગોનું નિર્દેશન કર્યું.
મેંડલે કરેલ પ્રયોગોમાં નોધ કરી કે પ્રત્યેક સજીવમાં ચોક્કસ લક્ષણ / અભિવ્યકિત માટે ચોકકસ પ્રકાર ના ઘટકો જવાબદાર છે. આ ઘટકોને તેમણે કારકો તરીકે ઓળખાવ્યા. જે આગળ જતાં વાસ્તવમાં રગસૂત્ર પરના 'જનીનો' જ છે તેમ સાબિત થયું. જે સ્વરૂપ પ્રકારનું નિર્દેશન કરે છે. આમ કારકો / જનીનો આનુવંશિકતાના જનિનિક આધારાને સ્પષ્ટતાથી સમજાવે છે.
મેંડલે તેમના પ્રયોગોમાં નોંધ કરી કે પ્રત્યેક લક્ષણ / અભિવ્યક્તિ માટે જવાબદાર કારકો / જનીનો હમેશા જોડી માં જ હોય છે.
તેમણે કરેલ પ્રયોગમાં પિતૃ પેઢી માંથી પ્રાપ્ત કરેલ પ્રથમ પેઢીનો અભ્યાસ કર્યો ત્યારે તેમની નોધ્યું કે
કારકો દ્વારા બે પ્રકારની અભિવ્યક્તિ જોવા મળે છે. જેમાથી એક F 1 પેઢી માં ઉતરી આવે છે જેને તેમણે પ્રભાવી ( Dominant ) તરીકે ઓળખાવી અને જે અભિવ્યક્તિ નથી જોવા મળતી તેને પ્રછન્ન
( Recessive ) તરીકે ઓળખાવી. તેના પરથી તેમણે નોધ્યું કે કારકો / જનીનો બે પ્રકાર ના હોય છે.
પ્રભાવી અને પ્રછન્ન.
આમ, લક્ષણ / અભિવ્યક્તિ માટે જવાબદાર જનીનો હમેશાં જોડીમાં હોય છે.
જે સમયુગ્મી પ્રભાવી કે સમયુગ્મી પ્રછન્ન કે વિષમયુગ્મી હોઈ શકે છે.
0 Comments