Induced Abortion ) / MTP ( Medical Termination of Pregnency )


પ્રેરિત / દાક્તરી ગર્ભપાત ( Induced Abortion )
MTP ( Medical Termination of Pregnency )

  >ગર્ભ ધારણના પૂર્ણ સમય પહેલા ઈરાદા પૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભપાતને
પ્રેરિત ગર્ભપાત / દાક્તરી ગર્ભપાત કહે છે.

Øગર્ભધારણના પહેલા બાર અઠવાડિયા એટલે કે પ્રથમ ટ્રાઇમર ( ત્રણ મહિના ) દરમિયાન કરવામાં આવેલ MTP વધુ સુરક્ષિત મનાય છે. બીજા ટ્રાઇમર  (ત્રણ મહિના ) માં જો ગર્ભપાત કરાવાય તો તે ઘાતક બને છે.

  Øઆ બાબતો માટે પ્રેરિત ગર્ભપાત કરાવી શકાય છે.
1.   સતત ગર્ભધાનથી સર્જાતું ગર્ભવતી સ્ત્રીના જીવનનું જોખમ
2.  જન્મનાર બાળક નોંધપાત્ર જોખમી હોય, તે શારીરિક કે માનસિક અનિયમિતતાના કારણે વિકલાંગ થવાની શક્યતા હોય.
3.  અસુરક્ષિત સમાગમ અથવા સમાગમ દરમ્યાન ઉપયોગમાં લેવાયેલ ગર્ભનિરોધકની નિષ્ફળતા
4.  બળાત્કારને કારણે અનૈચ્છિક ગર્ભધારણથી છૂટકારો મેળવવા માટે.  

MTP માટેના કાયદાકીય ધારા-ધોરણો

Ø વિશ્વમાં દર વર્ષે 40 થી 50 મિલિયન.જે કુલ કાલ્પનિક ગર્ભધારણ ના 1/5 ના પ્રમાણમાં.

Ø તેનો કાયદાકીય રીતે સ્વીકાર : એ ઘણા દેશો માટે ચર્ચાનો વિષય.
કારણ કે  તેની સાથે નૈતિક, ભાવનાત્મક, ધાર્મિક અને સામાજિક પ્રશ્નો સંકળાયેલ છે.

Ø ભારતમાં તેનો દૂર ઉપયોગ રોકવા એટલે કે ગેરકાનૂની સ્ત્રી-ભ્રૂણ હત્યા રોકવા મેતે 1971માં ઠરાવ ( જોગવાઈ ) પસાર કરવામાં આવી. જે 1 લી, એપ્રિલ 1972 માં ભારતમાં MTP માટે નો કાયદો અમલી બન્યો.

Ø 2017 માં MTP ના કાયદામાં સુધારો કરાયો.

       આ કાયદા અનુસાર ગર્ભાધાન 12 અઠવાડીયા સુધીના ગર્ભનો ગર્ભપાત માન્ય ડોક્ટર દ્વારા કરાવી શકે છે. પણ જો ગર્ભધાન 12 અઠવાડીયાથી વધુ અને 24 અઠવાડીયાથી ઓછું હોય તો ચોક્કસ પણે બે માન્ય ડોક્ટરોની સલાહ લઈ MTP કરી શકાય છે. 

MTP ના લાભ – ગેરલાભ

Ø MTP થી સામાન્ય રીતે બળાત્કાર કે ગર્ભનિરોધકની નિષ્ફળતાને કારણે અનૈચ્છિક ગર્ભધારણ થી છૂટકારો મળે છે. પણ મોટાભાગના MTP ગેરકાનૂની રીતે અકુશળ વ્યક્તિ પાસે કરાવાય છે કે જે માત્ર અસુરક્ષિત જ નહીં પરંતુ ઘાતક પણ છે.

Ø બાળકની જાતિ પરીક્ષણ બાદ માદા ગર્ભ હોય તો ગર્ભપાત કરવામાં આવે છે જે કાયદાવિરુદ્ધ છે.

Ø આ કાયદો સ્વાસ્થ્ય સંભાળના હેતુને પાર પાડવા માટે છે. જેથી ગેરકાયદેસર ગર્ભપાતથી થતાં માતાઓના મૃત્યુદરને ઘટાડી શકાય છે.

Post a Comment

0 Comments