વંધ્યતા || IVF || ZIFT || GIFT || AI

ધોરણ 12
સાયન્સ - જીવવિજ્ઞાન
પ્રકરણ 4 - પ્રાજનનીક સ્વાસ્થ્ય


અફળદ્રુપતા કે વંધ્યતા 

VIDEO જોવા માટે અહી લિંક પર ક્લિક કરો.        https://youtu.be/gke23nIykJ8

pdf ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો. https://easyhappyscience.blogspot.com/2020/05/ivf-zift-gift-al-treatment-of.html




            માદા ગર્ભસ્થાપન અને ગર્ભધારણ ક્ષમતા તેમજ અંડકોષનું નિર્માણ અને વહનની ક્ષમતા ગુમાવે કે પુરુષ અતિઅલ્પ માત્રમાં શુક્રકોષો ઉત્પન્ન કરે ત્યારે દંપતી વચ્ચે પ્રાજનનીક ફળદ્રુપતા જોવા મળતી  નથી, જેને અફળદ્રુપતા કહે છે.
  
            ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોટી સંખ્યામાં વંધ્યતા ધરાવતા જોવા મળે છે. ભારતમાં સામાન્ય રીતે દંપતીને બાળક ના થાય તો સ્ત્રીને દોષી માનવામાં આવે છે. પણ સમસ્યા પુરુષમાં પણ હોઈ શકે છે. વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર ( Infertility clinic / વંધ્યતા નિવારણ કેન્દ્ર ) આવી ખામીઓનું નિદાન કરી દંપતી ને સંતાન પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.

સહાયક પ્રજનન પદ્ધતિઓ ( ART ):

            વંધ્યતા નિવારણ માટે કેટલી વિશિષ્ટ પદ્ધતિઓ કે જેને સહાયક પ્રજનન પદ્ધતિઓ ( ARTArtificial Reproductive Technique )  કહે છે. ART પદ્ધતિ જેમાં IVF (In vitro fertilization), ZIFT (Zygote Intrafallopian Transfer) અને GIFT (Gamete Intrafallopian Transfer) નો સમાવેશ થાય છે.  

IVF – ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન :  (શરીરની બહાર શરીર જેવી સ્થિતિમાં ફલન)


·         જ્યારે સ્ત્રીની અંડવાહિનીમાં ખામી હોય અથવા પુરુષ ખુબજ ઓછાં શુક્રકોષો ઉત્પન્ન કરતો હોય, ત્યારે પદ્ધતિનો ઉપયોગ કરાય છે.

·         ડોક્ટર દવાઓ દ્વારા સ્ત્રીની સારવાર કરે છે, જેથી અંડપિંડમાથી મોટી સંખ્યામાં અંડકોષ ઉત્પન્ન કરાવે છે. તે જ્યારે પરિપક્વ પામે ત્યારે અંડકોષને સ્ત્રીમાથી દૂર કરી પ્રયોગશાળામાં પેટ્રીડિશ / ટેસ્ટટ્યુબમાં પુરુષના શુક્રકોષ વડે ફલન માટે મૂકવામાં આવે છે.  3 થી 5 દિવસ બાદ સ્વસ્થ ગર્ભને સ્ત્રીના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે. આથી તેને IVF (In vitro fertilization) કહે છે.


·         પદ્ધતિ ટેસ્ટ ટ્યુબ બેબી નામના કાર્યક્રમથી પ્રચલિત છે. જે ભ્રૂણ સ્થળાંતરણ (ET – Embryo Transplant) ને લગતી પદ્ધતિ છે.

ZIFT – Zygote Intra-fallopian Transfer
(TET – Tubal embryo transfer)

·          IVF જેવી પદ્ધતિ છે.


·         ફલન પ્રયોગશાળામાં કરાવવામાં આવે છે. ત્યાર બાદ તદ્દન નવજાત ગર્ભ / યુગ્મનજને ગર્ભાશયના બદલે સ્ત્રીના અંડવાહિનીમાં ફેરબદલ કરવામાં આવે છે.

GIFT – Gamete intra-fallopian transfer

·         પદ્ધતિમાં અંડકોષ અને શુક્રકોષને સ્ત્રીની અંડવાહિનીમાં ફેરબદલ કરવામાં આવે છે. જેથી ફલન સ્ત્રીના શરીરમાં થાય.

·         જે સ્ત્રી અંડકોષ ઉત્પન્ન ના કરી શકતી પરંતુ ફલન અને આગળનો પ્રેરી શકે છે  તેના માટે પદ્ધતિ વધુ ઉપયોગી છે.
           
કેટલીક વાર પુરુષ કે સ્ત્રી જનીનિક રોગ ધરાવતા હોય જે બાળકમાં ઉતરી આવવાની શક્યતા હોય ત્યારે પધ્ધતિ ઉપયોગમાં લેવાય છે

·         પદ્ધતિઓમાં ગર્ભ અફળદ્રુપતા નિવારણ દ્વારા કે દાતા શુક્રકોષ અંડકોષ ના જોડાણ દ્વારા બનાવાય છે. દાનમાં મળેલ ગર્ભને ગર્ભાશયમાં સ્થાપિત કરાયા છે. પદ્ધતિમાં ઘણી વાર ભાડૂતી માતા (Sarogat Mother) નો પણ ઉપયોગ થાય છે.  
             
AI – Artificial insemination- કૃત્રિમ વીર્યદાન

·         જો પુરુષ સાથી સ્ત્રીમાં વીર્ય દાખલ કરવામાં સક્ષમ ના હોય અથવા સ્ખલનમાં શુક્રકોષો ખૂબ ઓછી સંખ્યામાં હોય તો આ પદ્ધતિ AI (કૃત્રિમ વીર્યદાન) ઉપયોગી છે.

·         આમાં પતિ / દાતા ના વીર્ય ને એકત્રિત કરી સ્ત્રીના યોનિમાર્ગ કે ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે. જેને IUI – Intra Uterine Insemination કહે છે.

આમ, વિવિધ યોગ્ય પદ્ધતિઓ દ્વારા દંપતી સંતાન પ્રાપ્તિ કરાવી શકાય છે. છતાં અંતિમ વિકલ્પ તરીકે બાળકને દત્તક લઈ શકાય છે.      

     

Post a Comment

0 Comments