STDs / RTI /reproductive tract infection / venereal disease

જાતિય સંક્રમિત ચેપ 

( SEXUALLY TRANSMITTED INFECTIONS – STIs )


        જે ચેપ અથવા રોગ જાતિય સમાગમ દ્વારા સંક્રમિત થતાં હોય તેને સામૂહિક રીતે જાતિય સંક્રમિત ચેપ ( STI ) અથવા સમાગમને લગતા રોગો ( venereal disease – VD ) અથવા પ્રજનનમાર્ગના ચેપ ( reproductive tract infection – RTI ) કહે છે.

        ભારતમાં STDs મોટી સ્વાસ્થ્ય સમસ્યા છે. STIs વાઇરસ, બેક્ટેરિયા, પ્રજીવો અને ફૂગને કારણે થાય છે. 20 કરતાં વધુ રોગકારકોજાતીય સંપર્કથી ફેલાય છે. STDsના સૌથી વધુ દર્દીઓ 20-24 વર્ષ વયજુથમાં, ત્યારબાદ 25-29 વર્ષ વયજુથ ત્યારબાદ 15-19 વર્ષ વયજુથમાં જોવા મળે છે.

કેટલાક પ્રચલિત STDsનો સારાંશ :-

(1)       ગોનોરીયા à નેસેરિયા ગોનોરોઈ ( બેક્ટેરિયા )
લક્ષણો : - મૂત્ર પસાર થાય ત્યારે દુખાવો થાય.
-     ઉદરના પાયાના ભાગે દુખાવો થાય.

(2)       સિફિલિસ à ટ્રેપોનેમા પેલીડિયમ ( બેક્ટેરિયા )
લક્ષણો : - દુખાવા રહિત ચામડીનો રોગ
-     તાવની અસર, થાક
-     મુખમાં કે જીભ પર સફેદ ડાગ.
-     કેટલાક ભાગે થી વાળનો જથ્થો દૂર થવો.

(3)       જનનાગીય હર્પિસ à હર્પિસ સિમ્પલેક્સ ( વાઇરસ )
લક્ષણો : - ચિહ્નો અથવા લક્ષણો જોવા મળતાં નથી. અને જોવા મળે તો                         સામાન્યતઃ અસ્વસ્થતા.
-     તાવ, થાક તથા માથાનો દુખાવો.  
-     જનનાંગીય કે મળદ્વાર વિસ્તારમાં ગમે ત્યાં નાની પ્રવાહી ભરેલી ફોડલીઓ થવી.

(4)       હિપેટાઇટીસ – B à હિપેટાઇટીસ – B ( વાઇરસ )
લક્ષણો : - તાવની અસર
-     સાંધાનો દુખાવો
-     ખોરાક માટે અરુચિ
-     પીળિયો
-     ઉદરની ઉપર જમણી બાજુએ દુખાવો.

(5)       AIDS à HIV
AIDS - Acquire Immune Deficiency Syndromes
HIV – Human Immune Deficiency Virus
લક્ષણો : - રોગપ્રતિકારકતા ગુમાવે જેથી ઘણાબધા રોગો પ્રભાવી બને.
-     કોઈ ચોક્કસ લક્ષણ નથી પરંતુ કેટલીક લક્ષણો ની નોંધ થઈ શકે છે જેવા કે
-     મહિનાઓ સુધી તાવ આવે.
-     અચાનક ઝાડા થાય, જે લાંબા સમય સુધી ચાલે.
-     ઝડપી વાજાનામાં ઘટાડો.
-     ઉધરસ થાય જે જવાનું નામ ના લે.
-     ટૂંકા ગાળાની યાદ શક્તિનો નાશ થાય વગેરે.

(6)       ટ્રાઇકોમોનીએસિસ à ટ્રાઇકોમોનાસ વેજીનાલીસ ( પ્રજીવ )
       લક્ષણો : - યોનિમાર્ગની આસપાસ બળતરા અને ખંજવાળ આવવી.
-     મૂત્રત્યાગ દરમિયાન દુખાવો / બળતરા ની સંવેદના


STDs નું નિદાન :-

        આ રોગોનું નિદાન કારણભૂત સજીવ અને તેના લક્ષણો ને આધારે દાક્તરી પરીક્ષણ દ્વારા થઈ શકે છે.

        રોગકારક સજીવોનું સંવર્ધન કરી વિવિધ અભિરંજકો દ્વારા સૂક્ષ્મ પરીક્ષણ કરી શકાય છે.

        અન્ય પ્રચલિત પદ્ધતિ ELISA ( એંઝાઇમ લીંક ઇમ્યુનો એબ્સોર્બન્ટએઝસે) એન્ટીઝન-એન્ટીબોડી ની ઓળખ માટે વપરાય છે. આ પદ્ધતિમાં રોગીના રુધિરમાંથી HIV એન્ટીજન સામેના એન્ટીબોડી શોધાય છે. આ માટે PCR – પોલીમરેઝ ચેઇન રીએક્શન દ્વારા યોગ્ય પ્રાઇમરના ઉપયોગ દ્રવ્ય સજીવોના જનીનના ચોક્કસ ટુકડાઓને બેવડાય છે.

STDs ના અટકાવાના ઉપાયો :-

“અટકાવ એજ ઈલાજ” 
જે વ્યક્તિ આ સિધ્ધાંતને અનુસરે, તો તે ચેપમુક્ત જીવન જીવી શકે છે.

-      અજાણ્યા સાથી સાથે જાતિય સંબંધ ટાળવો.
-     સમાગમ દરમ્યાન હમેશાં નિરોધનો ઉપયોગ કરવો.
-     શંકાના કિસ્સામાં પ્રારંભિક નિદાન અને ચેપની માહિતી મળે તો સંપૂર્ણ યોગ્ય ડોક્ટર પાસે જવું. 

Post a Comment

0 Comments