સજીવોને ચોક્કસ નામ દ્વારા ઓળખ આપવાની
પદ્ધતિને નામાધિકરણ કહે છે.
સજીવોને આપવામાં આવતા આવા ચોક્કસ નામ
દ્વારા તેમની ઓળખાણ થાય
તેથી આ પદ્ધતિને ઓળખવિધિ પણ કહે છે.
સામાન્ય રીતે સજીવોને બે પ્રકારના નામ આપવામાં આવે છે.
સામાન્ય / પ્રાદેશિક નામ (commen name )
સિંહ / LION / શેર સસલું / RABBIT / ખરગોસ કૂતરો / DOG / કુત્તા
જે તે પ્રદેશ / વિસ્તારના
વસ્તી દ્વારા જે તે સજીવોને ઓળખવા માટે
વપરાયેલ નામને સામાન્ય /
પ્રાદેશિક નામ કહે છે.
સામાન્ય / પ્રાદેશિક નામ જે તે વિસ્તારમાં
વસતા લોકો માટે જે તે સજીવને ઓળખવા માટે સાનુકૂળ છે. પરંતુ વિશ્વ જગત માં વિજ્ઞાન
ક્ષેત્રે તે નામનો ઉપયોગ શક્ય નથી.
કારણ કે ............1. એક જ સમાન્ય નામ એક કરતાં વધુ
જાતિ માટે વપરાય શકે છે.
2. કેટલીક
વાર સામાન્ય નામ ના અર્થ જે તે સજીવ થી વિપરીત હોય શકે છે.
3. જુદા
જુદા પ્રદેશ / ભાષામાં એક જ સજીવ માટે જુદા જુદા નામ હોય શકે છે.
આથી જ વિશ્વ સ્તરે સમાનતા
જળવાઈ રહે તે હેતુ થી પ્રત્યેક સજીવ માટે એક જ નામ રાખવાની જોગવાઈ કરવામાં
આવી.
વૈજ્ઞાનિક નામ
( scientific name )
જીવવિજ્ઞાન ક્ષેત્રે વિશ્વ સ્તરે ચોક્કસ
નિયમો અને સિદ્ધાંતોએ આધીન
સજીવોને આપવામાં આવેલ નામને વૈજ્ઞાનિક નામ
કહે છે.
ex.
આવા નામ સજીવોની વિશ્વ સ્તરે આગવી ઓળખ
દર્શાવે છે.
સજીવોને વૈજ્ઞાનિક નામકરણ કરવા ચોક્કસ
નિયમો ‘Code’ દ્વારા આપવામાં આવે છે.
જેમ કે ..........
ICBN = International Code for Botanical
Nomenclature ( વનસ્પતિઓ માટે )
ICZN = International Code for Zoological
Nomenclature ( પ્રાણીઓ માટે )
ICVN = International Code for
Viral Nomenclature
( વાઇરસ માટે )
ICNB = International Code for Nomenclature Of
Bacteria
( બેક્ટેરિયા માટે )
0 Comments