STRUCTURE OF DNA || DNAની રચના


DNA
વિડિયો જોવા માટે અહી ક્લિક કરો.
https://youtu.be/tbOwWXx_6XY

pdf ડાઉનલોડ કરવાં માટે અહી ક્લિક કરો. 



DNA એ બેવડી પોલિન્યુક્લિઓટાઈડની બનેલી લાંબી કુંતલાકાર રીતે વિટળાયેલ શૃંખલા છે.

જે વિરુદ્ધ દિશામાં સમાંતર રીતે ગોઠવાયેલ હોય છે. અને એક બીજા સાથે હાઈડ્રોજન બંધ દ્વારા જોડાયેલ હોય છે.

સૌ પ્રથમ રોઝલિન ફ્રેંકલીન નામના વૈજ્ઞાનિકે X-ray ટેક્નોલૉજી ની મદદથી DNA ની કુંતલમય રચના નિહાળી.

DNAના બંધારણીય ઘટકો:

DNAમાં ત્રણ રચનાકીય ઘટકો આવેલા હોય છે.


1. ડીઓકસીરીબોઝ શર્કરા ( પેંટોઝ શર્કરા )
2. ફોસ્ફેટ અણુ અને
3. નાઇટ્રોજન યુક્ત કાર્બનિક બેઇઝ ( નાઇટ્રોજન બેઇઝ )

DNAના બંધારણમાં જુદા જુદા ચાર પ્રકારના નાઇટ્રોજન બેઇઝ ધરાવે છે.

અડેનિન ( A ), ગ્વાનીન ( G ), સાયટોસીન ( C ), અને થાયમિન ( T ).

નાઇટ્રોજન બેઇઝને તેમની રચનાને આધારે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે.
https://youtu.be/tbOwWXx_6XY             



                                             I.      સિંગલ રિંગ ધરાવતાં : પિરિમિડિન NB
                  




                     

                                          II.      ડબલ રિંગ ધરાવતાં : પ્યુરીન NB


જેમ્સ વોટસન અને ફ્રાંસિસ ક્રિક નામના વૈજ્ઞાનિકોએ સૌ પ્રથમ 1953 માં DNAનું ત્રિ-પરિમાણ્વીય અણુ મોડેલ રજૂ કર્યું હતું જે બદલ તેમણે નોબલ પ્રાઇઝ મળેલ.

DNA ની કુંતલમય રચનામાં ફોસ્ફેટ અણુ સહિત પેંટોઝ શર્કરા પરિઘ તરફ અને નાઇટ્રોજન બેઇઝ ની જોડી મધ્યમાં આવેલા હોય છે.    

નાઇટ્રોજન બેઇઝની જોડી મધ્યમાં DNAના અક્ષીય આધારની રચના કરે છે.



DNAના એક કુંતલમાં

         20 નાઇટ્રોજન બેઝ ની જોડીઓ હોય છે.
        લંબાઈ 34 A હોય છે.
        બે શૃંખલા વચ્ચેનું અંતર : 20 A





DNA કોષકેન્દ્ર અને કોષરસ બંને માં જોવા મળે છે.

કણાભસૂત્ર અને હરિતકણમાં વધારાના DNA પણ જોવા મળે છે.

DNA માં પોલીન્યુક્લિઓટાઈડ ની બે શૃંખલા હાઈડ્રોજન બંધ દ્વારા જોડાયેલ હોય છે જે નાઇટ્રોજન બેઈઝની જોડીમાં જોવા મળે છે.

        અડેનિન ( A ) અને થાયમિન ( T ) વચ્ચે બે H- બંધ

        ગ્વાનીન ( G ) અને સાયટોસીન ( C ) વચ્ચે ત્રણ H – બંધ જોવા મળે છે.

80 થી 90 C જેટલા વધુ તાપમાને DNAની બેવડી શૃંખલા છુટ્ટી પડે છે.

બેક્ટેરિયા જેવા આદિકોષકેન્દ્રી સજીવો single circular DNA ધરાવે છે. જ્યારે સુકોષકેન્દ્રી સજીવોમાં 
DNA, હિસ્ટોન પ્રોટીનની ફરતે વીંટળાઇ ન્યુક્લિઓઝોમના સ્વરૂપ માં આવેલા હોય છે.

પ્રત્યેક ન્યુક્લિઓઝોમમાં 200 નાઇટ્રોજન બેઇઝની જોડી હોય છે.


  



Post a Comment

0 Comments